Gujarat Weather : ગરમીનો માર સહન કરવા રહેવું પડશે તૈયાર! આ જગ્યાઓ માટે જાહેર કરાયું એલર્ટ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 10:58:39

રાજ્યમાં સતત કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.. અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જાણે ગરમીનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે અમદાવાદની ગરમીએ તો સુરેન્દ્રનગર તેમજ ડીસાને પણ પાછળ છોડી દીધા છે.. ગઈકાલે અમદાવાદ ગુજરાતનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું હતું. અમદાવાદનું તાપમાન 45.5 નોંધાયું જ્યારે સૌથી ઓછું તાપમાન વેરાવળનું નોંધાયું છે.. 26 તારીખ સુધી તાપમાનના પારો વધશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 27 તારીખ બાદ ધીમે ધીમે ગરમી ઓછી થઈ શકે છે.. 


અમદાવાદનું તાપમાન પહોંચ્યું 46 ડિગ્રી નજીક 

તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત જાણે વિચાર કરવો પડી રહ્યો છે.. અનેક લોકો માટે આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ છે.. ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે...ઈમરજન્સી કોલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.. પરમદિવસે અમદાવાદનું તાપમાન 47 ડિગ્રી નજીક હતું પરંતુ ગઈકાલે તાપમાનમાં ઘટાડો થયો છે.વડોદરા, ડીસા, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર સહિત અનેક એવા વિસ્તારો હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી નજીક નોંધાયું હતું.


ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ અમદાવાદનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ડીસાનું તાપમાન 44.8, ગાંધીનગરનું તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું.. વડોદરાનું તાપમાન 44 ડિગ્રી,સુરતનું તાપમાન 36.7 ડિગ્રી, વલસાડનું 36.4 ડિગ્રી નોંધાયું હતું.. તે સિવાય અમરેલીનું તાપમાન 43.8 જ્યારે ભાવનગરનું તાપમાન 42.0 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 44.0 જ્યારે મહુવાનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું. તે સિવાય વેરાવળનું તાપમાન 33.4 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાનન 36.6 ડિગ્રી નોંધાયું હતું.


અગત્યનું કામ ના હોય તો ઘરની નિકળવાનું ટાળવું જોઈએ.. 

હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, દાહોદ, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે 25 તેમજ 26 તારીખ માટે.. મહત્વનું છે કે ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે.. હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે પાણી વધારે પીવું જોઈએ, લાઈટ કપડા પહેરવા જોઈએ. જો તમને ચક્કર અથવા તો વિકનેસ લાગે તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ.. જો અગત્યનું કામ ના હોય તો ઘરની બહાર નિકળવાનું ટાળજો.. 

     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?