ગુજરાતમાં એક તરફ રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...... ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારા અનુભવાતા હતા પરંતુ હવે ધીરે ધીરે બપોરના સમયમાં પણ ઠંડી લાગે છે... સૂર્યનારાયણની ગરમી મળે છે પરંતુ તેની સાથે સાથે પવન પણ હોય છે જેને કારણે ગરમીનો અહેસાસ લાગ્તો નથી... આવનાર દિવસોમાં હવામાનમાં બહુ ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે....
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે દાહોદ અને ડીસાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે... તે સિવાય વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યાંનું તાપમાન 14.6 ડિગ્રી જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.. તે સિવાય રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદનું તાપમાન 17.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે..
માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં!
મહત્વનું છે કે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે... ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા, રાજસ્થાન જેવા રાજ્યો માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે... મહત્વનું છે કે અનેક પર્યટકો ઠંડીના સમયે ઠંડીનો અહેસાસ કરવા માટે જતા હોય છે...