ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે... ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કર્યું છે. તે ઉપરાંત પોરબંદર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું છે.. પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. તે સિવાય પરમિલ નથવાણીએ પણ પોતાના વતન ખંભાળીયામાં મતદાન કર્યું છે.
આ બેઠકો રહી હતી ચર્ચા
દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા વારંવાર થઈ.. તેમાની એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠકની ચર્ચા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ હતી. તે સિવાય બનાસકાંઠાની બેઠક પર બંને રાજકીય પાર્ટીઓએ મહિલાઓને ટિકીટ આપી છે. તે સિવાય ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પણ થતી હોય છે ઉમેદવારને કારણે.. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.