મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક ગઈ છે. જો કે આ નવી નિમણૂકના કારણે સ્થાપિત હિતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાં તેને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા
ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણુંક થતા ટ્રસ્ટીઓમાં ચણભણ શરૂ થઈ ગઈ હતી. અંતે 9 ટ્રસ્ટીઓએ સરકારના આ નિર્ણયના વિરોધમાં રાજીનામા આપી દેતા વિવાદ વકર્યો છે. આ ટ્રસ્ટીઓમાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ, કપિલ શાહનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટીઓએ સરકાર પર શું આરોપ લગાવ્યા?
ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક થતાં ટ્રસ્ટીઓએ તેને બિનલોકતાંત્રિક પગલું ગણાવ્યું છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવો જોઇએ પરંતુ બહુમતીથી લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાંઅત્યાર સુધી કુલપતિ નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતી હતી. વિદ્યાપીઠના ટ્રસ્ટના નિયમ અનુસાર નવા કુલપતીની પસંદગી નહી થવાના કારણે ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ હતો. ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી યોગ્ય સંવાદ કર્યા વગર જ મુળ તત્વને અભેરાઈએ ચડાવીને નવા કુલપતિની નિમણુંક કરી દેવાઇ છે.