ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ક્રિષ્ના કુલકર્ણીની નિમણૂક, કોણ છે ક્રિષ્ના કુલકર્ણી? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-21 14:22:41

અમદાવાદની પ્રખ્યાત શિક્ષણ સંસ્થા અને ગાંધીજીના મૂલ્યોનું સંવર્ધન કરતી ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં રહી છે. સરકાર ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં મૂળભૂત ફેરફારો કરી રહી છે. તે પ્રક્રિયાના ભાગરૂપે હવે ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ બે ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગૂજરાતના પૂર્વ શિક્ષણમંત્રી અને ગાંધીજીના પૌત્રીના પુત્રની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.


કોણ છે વિદ્યાપીઠના બે ટ્રસ્ટીઓ?


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ તેમજ કુલપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળમાં બે નવા ટ્રસ્ટીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ અને ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


આચાર્ય દેવવ્રતે ટ્રસ્ટી મંડળને કર્યું સંબોધન


ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્રસ્ટી મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગૂજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગૂજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.


વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે વધુમાં તેમણે કહ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠના મંડળમાં કેટલાક ટ્રસ્ટીઓ એવા છે જેઓ વિદ્યાપીઠમાં જ ભણ્યા છે અને તેમણે વિધાપીઠમાં ભણાવ્યું પણ છે. વરિષ્ઠ ટ્રસ્ટીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ટ્રસ્ટીઓના આશીર્વાદ અને યુવા ટ્રસ્ટીઓના સમર્પણથી ગુજરાત વિદ્યાપીઠને આગળ લઈ જવા સૌએ ઈમાનદારીથી પ્રયત્નો કરવાના છે. આ એક કર્મયોગ છે, મનમાં પવિત્રતા સાથે પૂજ્ય ગાંધીજીના માનવ કલ્યાણ, ગરીબ ઉત્કર્ષ, સહિષ્ણુતા, પ્રેમ અને જ્ઞાતિ-જાતિ ભેદના સિદ્ધાંતોને પુનર્જીવિત કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. તેમણે સ્પષ્ટ ચિંતન, દૃઢ નિર્ણયશક્તિ અને સમર્પિત ભાવથી ટીમ સ્પિરિટ અને પરિવાર ભાવનાથી કામ કરવા સૌ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?