Gujarat Vidhansabha : આમંત્રણ પત્રિકા બાદ વિધાનસભાના પ્રારંભ વખતે લખવામાં આવ્યું 'President Of Bharat', શું ફરી ગરમાશે રાજનીતિ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-13 11:01:22

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઈ વિધાનસભાનો પ્રારંભ કરવાના છે. ત્યારે દેશમાં હાલ ભારત અને ઈન્ડિયાનો મુદ્દો ચાલી રહ્યો છે. ગઈકાલે આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ થવાનો છે. જ્યારે રાષ્ટ્રપતિ વિધાનસભામાં બેઠા હતા ત્યારે તેની પાછળ રાષ્ટ્રપતિ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમયથી દેશમાં નામને લઈ રાજકારણ ગરમાયું છે. ભારત અને ઈન્ડિયા નામને લઈ રાજનીતિ ચાલી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ થઈ જવાની છે. એપ્લિકેશન લોન્ચ થતા કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જેની વિધાનસભા પેપરલેસ બની હોય.  


રાષ્ટ્રપતિના હસ્તે એપ્લિકેશન થઈ લોન્ચ  

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તે ઈ-વિધાનસભા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ ડેસ્ક પર હાજર હતા. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.  


આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિના હોદ્દાના સ્થાન પર લખાયું હતું 'ભારત'

આપણા દેશનું નામ દેશનું નામ India માંથી બદલીને ભારત કરવાના આરોપ વિપક્ષો કેન્દ્રની મોદી સરકાર પર લગાવી રહી છે.  જો કે બાદમાં સરકારના પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી. તેમ  છતાં પણ હજું આ વિવાદ શાંત થતો નથી, તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હોદ્દાના સ્થાન પર President of Bharat લખવામાં આવતા મામલો ગરમાયો છે. ત્યારે હવે એપ્લિકેશનના લોન્ચિંગ વખતે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે. મહત્વનું છે દેશના નામને લઈ ઘણા સમયથી રાજનીતિ થઈ રહી છે. સરકાર પર વિપક્ષે અનેક વખત આરોપ લગાવ્યો છે કે દેશનું નામ બદલવા સરકાર માગે છે. આ મુદ્દો હજી શાંત થયો ન હતો ત્યારે ગુજરાત વિધાનસભાની આમંત્રણ પત્રિકાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?