ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વખતની ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે.. વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે...
આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ
એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદની આગાહી કરી છે.. 11થી 15 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 11મે અને 12મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આ તારીખે સાબરકાંઠા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે
શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?
14મી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 15 તારીખે વરસાદ વરસી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે માવઠાની આગાહી. તેમની આગાહી અનુસાર પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે..