Gujarat Unseasonal Rain : રાજ્યના આ વિસ્તારોમાં આવી શકે છે મુસીબતનું માવઠું, હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે કરી આ આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-13 12:40:45

એક તરફ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ રાજ્યના હવામાનમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી પણ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસો દરમિયાન ગુજરાતના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરાઈ છે. માવઠાને કારણે જગતના તાતને ફરી એક વખત રડવાનો વારો આવવાનો છે...હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 



આ જગ્યાઓ પર વરસશે મુસીબતનું માવઠું 

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 15 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવમાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે આણંદ, દાહોદ, વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,ભરૂચમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે ઉપરાંત સુરત,નવસારી,વલસાડ, અમરેલી સહિત અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે.  આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, સુરત,ભરૂચ, નવસારી-વલસાડ,ભાવનગર,ગીર સોમનાથ સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 



માવઠાને લઈ હવામાન નિષ્ણાતોએ કરી છે આગાહી 

હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના અનેક ભાગોમાં માવઠું આવી શકે છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દ્વારકા, જામનગર, પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં પણ અતિ ઘાટા વાદળો જોવા મળી શકે છે. મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે... જગતના તાતને માવઠાને કારણે અનેક વખત ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે. પકવેલા પાક માવઠાને કારણે ધોવાઈ જાય છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?