ગુજરાત યુનિવર્સિટીને તેના સૌપ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે, ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ નવા કુલપતિ માટે લાંબા સમયથી ચાલી રહેલી શોધ અંતે પુરી થઈ છે. મૂળ અમદાવાદના રહેવાસી અને રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવતા નીરજા ગુપ્તા છેલ્લા 2 વર્ષથી મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપે છે.
કેવું રહ્યું શૈક્ષણિક કેરિયર
(1)નીરજા ગુપ્તાએ 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેઓ હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ, અંગ્રેજી અને રશિયન વિદેશી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. તેઓ પ્રાકૃત જેવી પ્રાચીન ભારતીય ભાષામાં નિપુણતા ધરાવે છે.
(2)નીરજા ગુપ્તાએ આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે ઈંગ્લિશ વિષયના પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી.
(3)નીરજા ગુપ્તા 2006 થી 2012 સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહી ચૂક્યા છે.
(2)નીરજા ગુપ્તાએ વર્ષ 2021માં સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.
(4) ડૉ. ગુપ્તા 16 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા છે.
(5) શૈક્ષણિક કાર્યક્રમો માટે 42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.
(6) ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે.