ગુજરાત યુનિવર્સિટી તેના ગેરવહીવટ અને છબરડાના કારણે સતત સમાચારોમાં રહેતી હોય છે. જો કે આ વખતે ગુજરાત યુનિવર્સિટીમાંથી જે કૌંભાંડ બહાર આવ્યું છે તે સૌને ચોંકાવનારૂ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. આ અંગે એસ્ટેટ વિભાગ પાસે કોઈ જ જવાબ નથી અને એનિમેશન વિભાગ પણ નિરૂત્તર છે. NSUI એ આ મામલે પોલીસ ફરિયાદ કરવા માગણી કરી છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ યુનિવર્સિટી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.
રીનોવેશનની કામગીરી દરમિયયાન એસી થયા ગાયબ
ગુજરાત યુનિવર્સિટીમાં જૂના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ડિપાર્ટમેન્ટના 17 જેટલા AC બહાર કાઢવામાં આવ્યા હતા, જે અત્યારે ગાયબ થઈ ગયા છે. જોકે, એસ્ટેટ વિભાગ દ્વારા આ આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એસીને સગેવગે થાય બાદ કેટલાક કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ હતું. યુનિવર્સિટી પરિસરમાં એસી સગેવગે થયાની વાત ફેલાઇ જતાં જ આમાં સામેલ કર્મચારીઓએ ગુલ્લી મારવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં ગુજરાત યૂનિવર્સિટીમાંથી સામે આવેલા આ મોટા કૌભાંડની ચર્ચા ચારેય બાજુ થઇ રહી છે.
NSUIની પોલીસ ફરિયાદની માગ
એનિમેશન ડિપાર્ટમેન્ટના 17 જેટલા એસી એસ્ટેટ વિભાગની હાજરીમાં બહાર કાઢીને સ્ટોરરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એસ્ટેટ વિભાગના એક અધિકારીએ એસીનો બરોબર વહીવટ કર્યો છે. જો કે, અત્યારે એસ્ટેટ વિભાગના હંગામી કર્મચારી અને એનિમેશન વિભાગના વડા પ્રોફેસર લખતરીયા રજા પર ઉતરી ગયા છે. 17 જેટલા એસી ગાયબ થવા મામલે એસ્ટેટ વિભાગના અધિકારી શૈલેષ ગોસ્વામીએ એનિમેશન ડિપાર્ટમેન્ટ પ્રોફેસર લખતરીયાની જવાબદાર ઠરાવ્યા હતા. જ્યારે એનિમેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એસ્ટેટ વિભાગ પર આરોપ લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે NSUIએ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટરે પોલીસ ફરિયાદની માગ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારે પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવી જોઈએ તો હકીકત બહાર આવશે.