ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ યુવાનો સાથે રમી ક્રિકેટ! ગલી ક્રિકેટ રમતા ખેલાડીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-04 13:14:49

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ગાંધીનગર ખાતે પ્રેક્ટિસ કરતા દેખાયા હતા. મહાત્મા મંદિર પાસે આવેલા મેદાનમાં ગલી ક્રિકેટ રમતાં ખેલાડી દેખાયા હતા. તેમની પ્રેક્ટિસ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય લોકોની જેમ ખેલાડીઓ મેચ રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ત્યારે મહાત્મા મંદિર વિસ્તારોમાં ફરવા નીકળ્યા હતા તે દરમિયાન ગલીમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો તેમને દેખાયા અને તેમની સાથે ક્રિકેટરોએ મેચ રમી હતી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા ગુજરાત ટાઈટન્સના ખેલાડી!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચ રમાઈ હતી. અનેક દર્શકોએ મેચને નિહાળી હતી. ત્યારે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ખેલાડીઓ મેચ સામાન્ય લોકો સાથે રમતા દેખાયા હતા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ હળવાશના પળોમાં ફરવા નીકળ્યા હતા. ખેલાડીઓ સામાન્ય વ્યક્તિની જેમ નજીકમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે મેચ રમી હતી. યુવાનોને મેચ રમતા જોઈને ક્રિકેટરો પોતાને રોકી શક્યા ન હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેચ સિવાય પણ ખેલાડીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્વિમિંગ પુલમાં વોલિબોલની પણ મજા માણતા દેખાયા હતા.      


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આઈપીએલને જોવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. હજારોની ટિકિટ ખર્ચીને ખેલાડીઓને જોવા માટે લોકો જતા હોય છે. પરંતુ આ યુવાનો સાથે તો રમવા ખુદ ખેલાડીઓ સામેથી આવ્યા હતા. ખેલાડીઓને અચાનક પોતાની સામે જોતા યુવાનો અચંબિત થઈ ગયા હતા. યુવાનોએ ખેલાડીઓનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...