Gujarat: રાજ્ય સરકારે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી, 21 દિવસનું રહેશે વેકેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-02 20:06:12

રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની ઘોષણા કરી છે. રાજ્યની શાળાઓમાં 21 દિવસોનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. શાળામાં વેકેશનની તારીખ જાહેર થવાથી હવે વાલીઓ વેકેશન ગાળવા માટે અત્યારથી જ ટ્રેન, પ્લેન કે હોટેલનું બુકિંગ કરાવી શકે છે.


જિલ્લા શિક્ષણ વિભાગને પરિપત્ર  


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે  21 દિવસનું  રહેશે. વેકેશનમાં દિવાળીના તહેવારોમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ તેમજ લાભપાંચમના તહેવારો વિદ્યાર્થીઓ માણી શકશે અને તા.30મી નવેમ્બરથી શાળાઓ ફરી ધમધમતી થઇ જશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનનો ભરપૂર આનંદ માણશે.


તમામ શાળાઓમાં આ મુજબ રહેશે વેકેશન 

 

 રાજ્યના પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તેમજ શાસનાધિકારીઓને પરિપત્ર દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સંકલનમાં રહી સૂચવ્યા મુજબના વેકેશનની તારીખ જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી રહી શકે. સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિભર, અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓમાં પણ આ મુજબનું વેકેશન રહેશે. દિવાળી વેકેશનથી પ્રથમ સત્રનો શાળામાં અંત આવશે જ્યારે દિવાળી વેકેશન ખુલશે ત્યારે દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થઇ જશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...