તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. કાળઝાળ ગરમીનો અહેસાસ કરવા લોકો મજબૂર બન્યા છે. આ વર્ષે એટલી ગરમી પડી છે કે અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. 44 ડિગ્રી તાપમાન થોડા દિવસ પહેલા અમરેલીનું નોંધાયું હતું. એપ્રિલ મહિનામાં એટલી ગરમી પડી રહી છે કે લોકોને સવાલ થઈ રહ્યો છે કે આગામી દિવસોમાં કેટલી ગરમી પડશે... ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ તે બાદ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે....
આ ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે
ઉનાળાને લઈ જ્યારે થોડા સમય પહેલા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનો ઉનાળો કપરો સાબિત થવાનો છે. કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી ત્યારે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે... એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... બેથી ત્રણ ડિગ્રીનો વધારો રાજ્યના તાપમાન થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે..
આગામી દિવસોમાં વધી શકે છે તાપમાનનો પારો
જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગઈકાલે ગરમીથી આંશિક રાહત મળી હતી. આંશિક રાહત મળતા ગરમીનો અનુભવ ઓછો થયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર અનેક જિલ્લાઓ એવા છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચ્યું. અને તે જિલ્લા છે સુરત, અમરેલી. ભુજ, ભાવનગર, અમદાવાદમાં નોંધાયુ હતું. ત્યારે એક બે દિવસ ગરમીથી રાહત મળી શકે છે પરંતુ તે બાદ ગરમી ભૂક્કા બોલાવી શકે છે.....
44 ડિગ્રીને પાર અનેક જિલ્લાઓમાં પહોંચી શકે છે પારો
મહત્વનું છે કે કાળઝાળ ગરમી આગામી દિવસોમાં પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હિટ વેવનો અનુભવ થશે અને અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે... રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. ઉલ્લેખનિય છે કે અસહ્ય ગરમી થવાને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે આવી ગરમીમાં કામ વગર ઘરથી નિકળવાનું ટાળીએ અને શક્ય હોય તેટલું વધારે પાણી પીએ...