અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે... આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેવું લાગે છે... ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે એવું લાગે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય...
હિટ સ્ટ્રોકના વધી રહ્યા છે કિસ્સા
મહત્વનું છે કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાને કારણે ગરમીથી રાહત મળી હતી પરંતુ તે વખતે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. ત્યારે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. લોકોને હિટ સ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીએ, કામ વગર ઘરથી બહાર નિકળવાનું ટાળીએ અને પોતાનું ધ્યાન રાખીએ......