ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત, હવે કુલ 5202 જગ્યાઓ માટે ભરતી થશે, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 21:43:43

સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.  ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4304 જગ્યાથી વધારીને 5202 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જો કે હવે 212ની ભરતીમાં 898 પોસ્ટનો ઉમેરો થતાં કુલ 5202  જગ્યાઓ માટે ભરતી થશે. આ માટે ઓનલાઇન અરજી ની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 12 વાગ્યા સુધી જ રહેશે.


ક્યા સુધી ફોર્મ ભરી શકાશે? 


ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળે 4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ કર્યા હતા. હવે આ ફોર્મ 31 જાન્યુઆરી સુધી રાત્રે 23:59 સુધી ભરી શકાશે. ઉમેદવારે ફોર્મ સાથે રૂ.500 પરીક્ષા ફી ભરવી પડશે. જોકે, પાસ થયેલા ઉમેદવારો મંડળ દ્વારા ફી પરત અપાશે. ઉમેદવારે કોઈપણ એક પરીક્ષા ગ્રુપની પસંદગી કરવું પડશે. જેમાં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયાની પરીક્ષા ફી રાખવામાં આવી છે. અને અન્ય ઉમેદવારોએ 400 રૂપિયા પરીક્ષા ફી ભરવી પડશે. આ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે.


વર્ગ-3 (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સૈયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા  ((Gujarat Subordinate Services Class-III (Group- A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ક્રમાંક 212/ 202324 તા. 03/01/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. CBRT પદ્ધતિથી ગ્રુપ-એ અને બી માટે પ્રિલીમ પરીક્ષા લેવામાં આવશે. પ્રિલીમ બાદ ગ્રુપ A અને B માટે અલગ અલગ યાદી બનાવવામાં આવશે. અને આ ઉમેદવારને કેટેગરીવાઈઝ 7 ગણા મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?