સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યમાં યોજાનારી આગામી 5 પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેતા ઉમેદવારો માટે સંમતિપત્ર ફરજિયાત કર્યા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે.
આ 5 પરીક્ષાઓ માટે સંમતિપત્ર
ગૌણ સેવા પસંદગી મંડળની પાંચ પરિક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ, વર્ક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઈજનેર અને લેખનકારની પરીક્ષા માટે 17 થી 27 જુલાઇ સુધીમાં સંમતિ પત્ર ભરવાના રહેશે
સંમતિપત્રક ક્યા અને કેવી રીતે ભરવું?
ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટે સંમતિપત્રક ઓજસ પર ઓનલાઇન ભરી શકાશે. સૌથી પહેલા તમારે ઓજસના હોમપેજ પર જવાનું પછી નોટિસ બોર્ડ સેક્શનમાં જવાનું અને પછી સંમતિ ફોર્મ ફરવા માટે ક્લિક કરો લખ્યું હોય ત્યાં ક્લિક કરી પોતાના કન્ફર્મેશન નાખી, જન્મતારીખ ભરીને લોગઈન કરવાની રહેશે. ઉપરથી આ બધુ 27 જુલાઈ સુધી જ કરવાનું રહેશે. ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટએ યોજાનાર છે. પરીક્ષા માટે ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે.
શા માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા?
સંમતિપત્રક ભરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે બધા તો નહીં પણ અમુક છોકરાઓ ખાલી પરીક્ષા આપવા માટે પરીક્ષા આપે છે, તૈયારીઓ નથી કરતા બસ ખાલી એમને એમ પરીક્ષા આપી દે છે. જે છોકરાઓ પરીક્ષા પ્રત્યે ગંભીર નથી ખાલી ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરે છે અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા હાજર નથી રહેતા તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપણે જાણીએ જ છીએ કે પરીક્ષા લીધા બાદ આપણે આંકડો જોઈએ છીએ કે કેટલા છોકરાઓએ પરીક્ષા આપી અને કેટલા ફોર્મ ભરાયા હતા. તો હંમેશા જેટલા ફોર્મ ભરાયા હોય તેની તુલનામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી જતા. મંડળને તો આંકડા મુજબ મેનેજમેન્ટ ઉભુ કરવાનું હોય છે, તેમને પોલીસનું મેનેજમેન્ટ કરવાનું હોય છે, શિક્ષકોનું મેનેજમેન્ટ કરવાનું હોય, સુપરવાઈઝર, ઈન્વીજીલેટર, પરીક્ષા ખંડ, સ્કૂલ, નિયામકો વગેરે ઘણું બધુ રોકાતું હોય છે. જો વિદ્યાર્થી પરીક્ષા નથી આપતા તો મંડળનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે. ઉપરથી બિનનજરૂરી ખર્ચ થાય છે સાચી રીતે જે ઉમેદવારો પરીક્ષા માટે મહેનત કરે છે તેને લાભ થાય તે માટે મંડળે સંમતિપત્રક ફરજિયાત કર્યું છે.