2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાટીલનો દાવો, 'તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીતીશું'


  • Published By :
  • Published Date : 2023-10-06 22:15:11

આગામી લોકસભા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે  દેશના તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે, વિવિધ પાર્ટીઓના નેતાઓ તેમના પક્ષના કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં લાગી જવાની હાંકલ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે રાજકોટની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આજે મોરબીમાં પૂ. મોરારીબાપુની કથામાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બાદમાં રાજકોટમાં ટુંકું રોકાણ કર્યુ હતું અને તેઓ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા પક્ષના પદાધિકારીઓ અને વોર્ડ નં.4ની તથા પક્ષના કાર્યકર્તા ભવાનભાઈ સુરાણીને ત્યાં ચાય-પે ચર્ચા કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યની લોકસભાની તમામ 26 સીટો પર મોટા માર્જિનથી જીતનો દાવો કર્યો હતો.


શું કહ્યું હતું સી આર પાટીલે?


ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ આ કાર્યાલયમાં થતી કામગીરીની વિગતો જાણી હતી. આ તકે પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં  2024ની લોકસભા ચૂંટણીને લઇ કહ્યું હતું કે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમ ગુજરાતની તમામ 26 બેઠક પર 5 લાખ કરતાં વધુની લીડથી જીત મેળવRશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે.


કાર્યકરોને કરી આ હાંકલ


રાજકોટમાં સી.આર.પાટીલએ શહેર વોર્ડના પેઈજ પ્રમુખ- પેઈજ સમીતીના સદસ્યો સાથે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત સંગઠનાત્મક ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની વિવિધ લોકહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓનો લાભ ઘેર-ઘેર સુધી પહોંચે તેમજ છેવાડાને માનવી પણ કોઈપણ સેવાકીય યોજનાઓના લાભથી વંચિત ન રહે તે અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?