Gujaratના અનેક શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, જાણો Ahmedabad સહિતના શહેરોમાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-18 10:28:03

શિયાળાનો અહેસાસ ધીમે ધીમે ગુજરાતીઓને થવા લાગ્યો છે. કોઈ વખત તાપમાનના પારામાં વધારો થાય છે જેને કારણે ઠંડી ઓછી લાગે છે પરંતુ હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો હતો જેને કારણે ઓછી ઠંડી લાગતી હતી પરંતુ આજે તાપમાનનો પારો ગગડી શકે છે. તાપમાન ઘટવાને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા ફરીથી ગુજરાતનો ઠંડોગાર પ્રદેશ બન્યો છે.


15 ડિગ્રીથી ઓછું નોંધાયું તાપમાન!

ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને હવે થઈ રહ્યો છે. પહેલા ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ હવે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે! રવિવારે ઓછી ઠંડી હોય તેવું લાગતું હતું પરંતુ આવનાર દિવસોમાં હાડ થીજવતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના 9 જેટલા શહેરો એવા છે જ્યાંનો તાપમાનનો પારો 15 ડિગ્રીથી ઓછું નોધાયું છે. 


રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

જો શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ તાપમાનનો પાર 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 15.6 નોંધાયું છે. સુરતનું લઘુત્તમ તાપમાન 20.2 જ્યારે ડીસાનું 12.6 ડિગ્રી નોંધાયું છે. વલસાડનું તાપમાન 20.0 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.0, દમણનું તાપમાન 18.4 ડિગ્રી, નલિયાનું તાપમાન 11.0 ડિગ્રી, ભાવનગરનું લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 17.0 ડિગ્રી, ઓખાનું તાપમાન 22.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 16.2 ડિગ્રી, દીવનું તાપમાન 18.4 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 15.4, રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળનું તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. 


22થી 24 ડિસેમ્બરની વચ્ચે આવી શકે છે માવઠું! 

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આવનાર દિવસોમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાર બાદ 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે. આ વખતે જાન્યુઆરી માહિના દરમિયાન હવામાનમાં ઘણા પલટા આવી શકે છે તેવી સંભાવના છે. વધુમાં તેમણે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને 22થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?