Gujarat: આટલા શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં કરી સરવાળાની ભૂલ, શિક્ષકોને ફટકારવામાં આવ્યો કરોડોનો દંડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-07 10:40:41

નાનપણમાં આપણને શિક્ષક સરવાળો કરવાનું શિખવાડતા હતા. પાયાનું જ્ઞાન શિક્ષક આપણને આપતા હતા પરંતુ આજે એવા શિક્ષકોની વાત કરવી છે જેમને સરવાળો કરતા નથી આવડતું! વાત એમ છે કે એવા શિક્ષકોને દંડવામાં આવ્યા છે જેમણે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓમાં વર્ષ 2022 અને વર્ષ 2023 દરમિયાન આન્સરશીટ તપાસનારા શિક્ષકો પૈકી માર્કના સરવાળામાં ભૂલ કરનાર 9218 શિક્ષકોને દંડિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શિક્ષકો પાસેથી કુલ 1,54,41,203 રકમનો દંડ ફટકાર્યો છે.  



શિક્ષકોને ફટકારવામાં આવ્યો દંડ!

વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના માર્ક્સનું મહત્વ હોય છે. આ માર્ક્સના આધાર પર લાઈન નક્કી કરવામાં આવતી હોય છે પરંતુ અનેક વખત ઓછા માર્ક્સ હોવાને કારણે વિદ્યાર્થી લાઈન નથી લઈ શકતા. આન્સરશીટના સરવાળામાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીના માર્ક્સ ઘટી જતા હોય છે. ત્યારે સરવાળામાં ભૂલ કરવા બદલ શિક્ષકોને દંડ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં આ વાતને લઈ  પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેનો જવાબ મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. 



ધોરણ 10 અને ધોરણ 12ના આટલા શિક્ષકોએ કરી સરવાળામાં ભૂલ!

પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. ધારાસભ્યના પ્રશ્ને કારણે સામે આવ્યું કે શિક્ષકોને સરવાળો કરતા નથી આવડતો, સરવાળામાં ભૂલ થાય છે!પ્રશ્નનો શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, વર્ષ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 3350 શિક્ષકોએ જ્યારે ધોરણ 12માં 5868 શિક્ષકોએ સરવાળામાં ભૂલ કરી છે.  ધોરણ 10 અને ધોરણ 12માં કુલ 9218 શિક્ષકોએ માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી. શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકાર્યો હતો. આમાં પણ 2022 અને 2023 દરમિયાન ધોરણ 10માં 787 શિક્ષક અને ધોરણ 12માં 1870 મળી કુલ 2657 શિક્ષકે 50.97 લાખથી વધુનો દંડ ભર્યો નથી.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.