ગુજરાતના હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે... આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. રાજ્યના અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ત્યારે ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે અને ચાર દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે....
ચાર દિવસ બાદ વધશે તાપમાનનો પારો!
એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને આગામી દિવસો દરમિયાન આ પારો વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસો તાપમાન યથાવત રહેશે અને તે બાદ 2થી3 ડિગ્રીનો વધારો થશે..
કયા નોંધાઈ શકે છે 44 ડિગ્રીની આસપાસ તાપમાન?
ગરમીને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જે મુજબ અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે.... પરેશ ગોસ્વામીની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી હિટવેવ રહેશે.. તેમની આગાહી અનુસાર જે જગ્યાનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તે વિસ્તારો છે - રાજકોટ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, હિંમતનગર અને ઈડર એવા વિસ્તારો છે.. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમી વધારે વધી રહી છે....