Gujaratનું વિકાસ મોડલ ચર્ચામાં! હાઈવેની આવી દુર્દશા જોઈ તમે પણ કહેશો કે આવી હાલત તો ગામડાઓના રસ્તાઓની હોય છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-10 10:57:15

ખરાબ રોડ રસ્તાઓ જોવા હવે જાણે સામાન્ય બની ગયું છે. રસ્તા પર ખાડા ન હોય તો નવાઈ લાગે છે, જો રસ્તા પર રખડતા ઢોર ન દેખાય તો નવાઈ લાગે છે. કારણ કે રસ્તા પર આ બધુ હોવું એકદમ નોર્મલ થઈ ગયું છે. ખરાબ રસ્તાના સમાચાર અનેક વખત તમને આપ્યા છે. કદાચ આપણા મનમાં એવું થતું હોય કે ગામડાઓના રસ્તાઓ જ માત્ર બિસ્માર હશે પરંતુ ના મોટા મોટા શહેરોની પરિસ્થિતિ પણ રસ્તા મામલે આવી જ છે. શહેરોથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં ખરાબ રસ્તાને કારણે વાહનને નુકસાન પહોંચે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે હાઈવેનો હોય તેવી પ્રાથમિક માહિતી છે.

હાઈવે પર આવી હાલત છે તો ગામડામાં શું હાલત હશે? 

સામાન્ય રીતે આપણી સામે એવા અનેક વીડિયો આવતા હોય છે જેમાં રસ્તાની ખરાબ હાલત દેખાતી હોય. રસ્તા પર ખાડા પડેલા જોવા મળે છે. કોઈ રસ્તાઓ પર તો દ્રશ્યો એવા હોય છે કે રસ્તા પર પડેલા ખાડા નહીં પરંતુ સારો રસ્તો કેટલો દેખાય છે તે એક પ્રશ્ન હોય છે. અનેક વખત રસ્તા બન્યા પછી કોઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે, તો કોઈ જગ્યા પર ભૂવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની પોલ ખુલી જાય છે. ભુજ-નલિયા હાઈવેનો આ વીડિયો છે તેવી પ્રાથમિક માહિતી છે. રેલવે ક્રોસિંગ આગળ એટલી બધી કપચી, પથ્થર નાખી દીધી છે કે ગાડી તેની પરથી પસાર નથી થઈ શક્તી. મોટી મોટી કપચી પાથરી દેવામાં આવી છે. આમાં વાહનોને નુકસાન ન પહોંચે તો શું થાય તે એક સવાલ છે...


અંતરિયાળ વિસ્તારના ગામો આજે પણ વિકાસની પ્રતિક્ષામાં!

મહત્વનું છે કે આવા રસ્તાઓ પરથી તમે પણ પસાર થતા હશો. રસ્તા પર પડેલા ખાડા પરથી તમારૂ વાહન પણ આવી રીતે પસાર થતું હશે. આવા વીડિયો જ્યારે આપણી સામે આવે છે ત્યારે લાગે છે કે વિકસીત શહેરોની આવી હાલત છે કે તો અંતરિયાળ વિસ્તારની હાલત કેવી હશે? ત્યાં તો પ્રશ્ન પણ એ ના પૂછાય કે તમારે ત્યાં રસ્તાની આવી ખરાબ હાલત છે, કારણ કે ત્યાં તો એવા પ્રશ્નો પૂછવો પડે કે તમારે ત્યાં રસ્તો છે? અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો, એવા વીડિયો, એવી કહાની સામે આવતી હોય છે જેને જોઈ થાય કે આ છે ગુજરાતનું વિકાસ મોડલ? વિકાસ મોડલની વાતો સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં કરવામાં આવે છે તે જ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસ માટે ઝંખે છે. અનેક વર્ષો વિત્યા પરંતુ તેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. અંતિમ ક્રિયા માટે પણ, સારવાર અર્થે  પણ ઝોળી કરી 108 સુધી બીમાર માણસને પહોંચાડવો પડે છે. 



યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રએ ગેરકાયદેસર રીતે ઘુસેલા ઈમિગ્રેન્ટ્સને અરેસ્ટ ના કરવા પડે ઉપરાંત પોતે જ ડિપોર્ટેશન માટે રજિસ્ટર થઈ શકે તે માટે "સિબિલ હોમ" નામની એક એપ બનાવી છે . ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક આ એપના સમર્થનમાં આવ્યા છે . આ બધી જ ઘટનાઓ વચ્ચે યુએસના રાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે "ગ્રીનકાર્ડ" ધારકો માટે ટિપ્પણી કરી છે . જેનાથી યુએસમાં ગ્રીનકાર્ડ ધરાવતા અને ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોમાં ફફડાટ છે .

યુએસ અને ચાઈનામાં થઈ રહેલી એઆઈ ક્રાંતિ વચ્ચે ભારતએ પણ પોતાનું એઆઈ મોડલ વિકસિત કરવા પ્રયાસો હાથ ધર્યા છે . ભારત સરકારે હાલમાં જ ઇન્ડિયાએઆઈ મિશનની શરૂઆત કરી છે . ભારતે જે રીતે ચાઈનાએ પોતાનું ડીપસિક મોડલ વિકસાવ્યું તેવી જ રીતે પોતાની વિવિધતાને અનુરૂપ એઆઈ મોડલ વિકસિત કરવાના પ્રયાસ હાથ ધર્યા છે . અમેરિકાએ સ્ટારગેટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે જેનાથી અમેરિકામાં ડેટા સેન્ટર વધે સાથે જ તેનું એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય .

જર્મની યુરોપનું એક પાવરહાઉસ છે , ત્યાં મોટી સંખ્યામાં સ્કિલ્ડ વર્કરની અછતના લીધે ભારતીયો મોટી સંખ્યામાં છે . પરંતુ હાલમાં થયેલા ક્રિસમસ અટેક નામના હુમલામાં સાત ભારતીયો ઘાયલ થયા હતા . થોડાક સમય પેહલા થયેલા ઇલેક્શન્સમાં કટ્ટર રાઇટવીંગ પાર્ટી સત્તામાં આવી છે જેનાથી ભારતીયોની સલામતી જોખમમાં છે .

પેહલીવાર એવું થયું છે કે , કોઈ એક નાટો દેશ બીજા નાટો દેશને પચાવી પાડવા માંગે છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે જ નાટોના વડા માર્ક રૂટને મળ્યા જ્યાં તેમણે ગ્રીનલેન્ડને પચાઇ પાડવા નાટોની મદદ માંગી . તેની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે , ચાઈના અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠે ગતિવિધિ વધી રહી છે