આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા અને પછી જોડ-તોડની રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા આપરેશન લોટસની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન લોટસ અંતર્ગત બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં જોડવામાં આવશે, થોડા સમય પહેલા આ અંગેની કમિટી પણ રચવામાં આવી જેની કમાન ભરત બોઘરાને આપવામાં આવી છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે ભાજપમાં ભરતી મેળો શરૂ થવાનો છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે અર્જુન ખાટરીયા આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.
અપક્ષના ત્રણ ધારાસભ્યો આપી શકે છે પદ ઉપરથી રાજીનામું
થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ થોડા સમય સુધી આ રાજીનામાનો દોર શાંત રહ્યો. ત્યારે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. તે બાદ રાજકારણ ગરમાયું. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય આજે કેસરિયો ધારણ કરી શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના અર્જુન ખાટડિયા પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. પોતાના સમર્થકો સાથે બીજેપીમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણમાં આગળ શું નવા જુની થાય છે.