Gujarat Rain Update : આજે જાણો કયા વિસ્તારો માટે Red , Orange તેમજ Yellow Alert કરાયું જાહેર, ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-16 11:24:50

ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.. થોડા સમયથી વરસાદી સિસ્ટમ નબળી પડી ગઈ હોય તેવું લાગતું હતું પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોય તેવું કહી શકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે. અનેક જગ્યાઓથી સામે આવેલા દ્રશ્યોને જોતા લાગે કે આ વરસાદી મહેર નથી પરંતુ વરસાદી કહેર છે.. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. 



બફારાથી તેમજ ઉકળાટથી લોકો થયા હતા પરેશાન 

આ વખતે ચોમાસાનું આગમન ધાર્યા કરતા થોડા દિવસ વહેલા થઈ ગયું હતું.. જેને લઈ લોકોને આશા જાગી કે ગરમીથી છુટકારો મળશે.. શરૂઆતના થોડા દિવસ વરસાદ આવ્યો પરંતુ તે બાદ તો જાણે વરસાદ ગાયબ જ થઈ ગયો હોય તેવું લાગ્યું.. બફારાથી તેમજ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..સારો વરસાદ આવે તેની પ્રતિક્ષામાં હતા. વરસાદની સિસ્ટમ આવી પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે સારો વરસાદ પડી રહ્યો ન હતો. પરંતુ થોડા દિવસોથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. 



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

સુરતના ઉમરપાડામાં 14 ઈંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય ભરૂચના નેત્રંગમાં 7.56 ઈંચ વરસાદ, નર્મદાના ગરૂડેશ્વરમાં 5.54 ઈંચ વરસાદ નોંધાયો છે.. નર્મદાના નાંદોદમાં 5.24 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય તિલવાડામાં 4.26 ઈંચ, નવસારીના ચિખલીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય અનેક વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ નોંધાયો છે. 



જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ આવી શકે છે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.. આજે જૂનાગઢ. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, બોટાદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાયના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


19 તારીખ સુધી આ વિસ્તારો માટે એલર્ટ કરાયું જાહેર 

17 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય બાકીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 18 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 19 તારીખે પણ અનેક ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..     



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..