Gujarat Rain Update - 21 તારીખ સુધીની આગાહી જાણીલો કે કયા વિસ્તારોઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે? હવામાન વિભાગે કરી આગાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-17 17:17:49

રાજ્યના અનેક ભાગો એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદ નથી વરસી રહ્યો. અનેક વખત જે વિસ્તાર માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે કે પરંતુ ત્યાંના કોઈ વિસ્તારમાં વરસાદ વરસે છે તો કોઈ વખત વરસાદ નથી વરસતો.. પ્રતિદિન હવામાન વિભાગની આગાહી બદલાતી રહે છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની જાણકારી હવામાન વિભાગ આપતું હોય છે.. આજ માટે પણ રાજ્યના અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



હવામાન વિભાગે કરી આ આગાહી!

આજ માટે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... તે સિવાય કચ્છ, મોરબી, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાયની જગ્યા પર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



આવતી કાલે આ વિસ્તારના લોકો રહેજો સાવધાન

તે સિવાય 18 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. તે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ માટે જાહેર કરાયું છે. તે સિવાય બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

News18 Gujarati



20 તારીખ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ! 

19 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હેવલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

News18 Gujarati


News18 Gujarati

આ વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ

તે સિવાય 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે અનેક વિસ્તારોમાં વરસાદ નથી પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે ગરમી છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  

News18 Gujarati



આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે..

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા... અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં.

સરખેજ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય અને સુપરવાઈઝર તેમજ શિક્ષકોએ શાળાના ખૂબ જ જરૂરિયાતમંદ તેમજ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભેટ સોગાદો આપ્યા હતા..

આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..