રાજ્યના અનેક ભાગો એવા છે જ્યાં મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર જોવા મળી રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગે.. સૌરાષ્ટ્રમાં તો જાણે પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આગામી થોડા દિવસો ભારે વરસાદ વરસી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે., થોડા દિવસો સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ક્યાંક મૂશળધાર વરસાદ છે તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા છે..
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તે કહીએ તો ખોટા નથી પરંતુ માત્ર થોડા વિસ્તારોમાં જ.. અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક સારા વરસાદ માટે લોકો તરસી રહ્યા છે.. આકાશમાં કાળા વાદળો દેખાય છે, આશા બંધાય છે કે વરસાદ આવશે પરંતુ વરસાદ આવતો નથી. આવે છે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તો કોઈ જગ્યા પર વરસાદ વરસ્તો જ નથી.
આજ માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી?
હવામાન વિભાગે આજ માટે કરેલી આગાહી અનુસાર દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ ઘણી બધી જગ્યાઓ માટે આપવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે કરવામાં આવી છે. તે સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ ડાંગ માટે કરવામાં આવી છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે..