રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે.. વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ અનેક જગ્યાઓ પર વરસાદ આવીને શાંત થઈ જાય છે જેને કારણે લોકોને બફારા તેમજ ઉકળાટનો અહેસાસ થાય છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મુખ્યત્વેના ભાગો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
13 તારીખ સુધીનું જાણીલો કેવું રહેશે હવામાન?
10 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય 11 તારીખે નવસારી, ડાંગ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય 12 તેમજ 13 તારીખે પણ માત્ર ગણતરીના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈમાં વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત
મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. મંબઈમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.. ગઈકાલે થોડા કલાકની અંદર અનેક ઈંચ વરસાદ પડી જતા મુંબઈ થંભી ગયું હતું.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી.. તે સિવાય આસામમાં પણ વરસાદ તબાહી લઈને આવ્યો હતો. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..