રાજ્યમાં ચોમાસું જામ્યું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓથી તો એવી તસવીરો સામે આવી જેને જોતા લાગે કે વરસાદે મહેર નહીં પરંતુ કહેર વરસાવ્યો હોય.. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ગઈકાલે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આજ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવે છે.. ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આજ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
મેઘ ગર્જના ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/itkbGei37T
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 5, 2024
ગુરૂવારે 113 તાલુકામાં વરસ્યો હતો વરસાદ
મેઘ ગર્જના ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/itkbGei37T
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 5, 2024તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છઠ્ઠી તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારે 113 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો હતો.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #gujarat
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 5, 2024
DAY1-4 pic.twitter.com/a8fd9zToMl