ચોમાસાની પધરામણી થઈ ગઈ પરંતુ મેઘાજા મન મૂકીને નથી વરસી રહ્યા.. ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું અને જે રીતે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણે વરસાદ નથી થઈ રહ્યો જેને કારણે ઉકળાટ અને બફારો વધારે લાગે છે. અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે જેને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે પરંતુ થોડા સમયની બાદ ગરમીનો અનુભવ થવા લાગે છે. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધાયો વરસાદ
ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ગરમીથી રાહત જલ્દી મળે તેવી આશા લોકોને હતી.. વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોતા હતા, વરસાદ ચાર દિવસ કરતા પહેલા આવી ગયો, અમુક સ્થળો વરસાદ આવ્યો પણ ખરો પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસ્યો જેને કારણે ગરમી સહન કરવી પડી રહી છે.. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જગ્યાઓ પર છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં વરસાદ વરસી શકે છે?
આજે ક્યાં વરસાદ થશે તેની વાત કરીએ તો નવસારી, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તે સિાય વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવયા વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.
23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ?
તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે.