રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગુજરાતમાં વરસાદના પહેલા રાઉન્ડે જે તબાહી મચાવી છે તે આપણે જોઈ છે.. વડોદરામાં સર્જાયેલી હાલતથી આપણે વાકેફ છીએ. વરસાદના બીજા રાઉન્ડ ભરૂચ સહિતના વિસ્તારોમાં જોરદાર બેટિંગ કરી રહ્યો છે. ભરૂચથી અનેક દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે.. આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસી શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ!
તે ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા. અરવલ્લી, મહીસાગર. દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય પાંચમી તારીખ એટલે કે આવતી કાલ માટેની આગાહીની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠીથી તારીખ માટે.. તે સિવાય બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
આટલા તાલુકામાં નોંધાયો વરસાદ!
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ભરૂચના વાલિયામાં નોંધાયો છે. તે ઉપરાંત નેત્રંગ અને ઉમરપાડામાં 4.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી, દાંતીવાડા, પલસાણા, જોટાનામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો.