રાજ્યના 128 તાલુકામાં મેઘમહેર, હિરણ નદી ગાંડીતુર બની, 33 જળાશયો છલોછલ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો


  • Published By :
  • Published Date : 2023-07-19 20:54:22

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડની જેમ ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે રાજ્યના 128 તાલુકામાં હળવાથી મૂશળધાર વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના ત્રણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યના 11 તાલુકામાં 4થી 11 ઇંચ, 18 તાલુકામાં 2થી 4 ઇંચ, 20 તાલુકામાં 1થી 2 ઇંચ જ્યારે 79 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખાબક્યો છે. જૂનાગઢના માંગરોળમાં 11.4, માળિયા હાટીનામાં 7.6, પોરબંદરના કુતિયાણામાં 6.8 અને ભાવનગરના વલભીપુરમાં 5.7 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથમાં બારે મેઘ ખાગાની સ્થિતિ છે, સૂત્રાપાડામાં છેલ્લા કલાકમાં 22 ઇંચ વરસાદ પડ્યો છો તો ધોરાજીમાં 12 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 


આ જિલ્લાઓમાં જળબંબાકાર


સમગ્ર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. આજે સવારથી અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે.


હિરણ નદી ગાંડીતુર બની


તાલાલા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તાલાલા વિસ્તારમાં વરસાદે તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ વર્ષે ચોમાસાની સીઝનના પ્રથમ દોઢ માસમાં 1320 મી.મી વરસાદ વરસી ગયો છે. ગીરના જંગલમાં મંગળવારે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ મોડી રાત્રે 10 થી 2 વાગ્યાના 4 કલાકના સમયગાળા દરમિયાન 8 અને 10 ઈંચ વરસાદ ખાબકતાં તાલાલા વિસ્તાર તથા કમલેશ્વર ડેમનું 3.5 ફૂટ ઓવરફલોનું પાણી એકસાથે હિરણ નદીમાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીનું પાણી ક્ષમતા કરતા વધી જતાં સાસણ રોડ ઉપરથી નદી ફાટતાં તાલાલા શહેરના નરસિંહ ટેકરી, સાસણ રોડ, ધારેશ્વર, સુંદરમ્ સોસાયટી, સિદીવાડા અને દલિત મહોલ્લા સહિતના અનેક વિસ્તારોમાં નદીના ઘસમસતા પાણીનો પ્રવાહ ફરી વળ્યો હતો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા.


207 પૈકીના 33  જળાશયો છલોછલ 


ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે આજે 19 જુલાઈએ કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ-ગાંધીનગરના રિપોર્ટ મુજબ ગુજરાતના 33 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે. જ્યારે 49 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયોમાં 25 થી 70 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 64.40 ટકા જેટલા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?