ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. મેઘરાજાએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતને પણ ઘમરોળ્યા છે. આ દરમિયાન રાજ્યમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં દોઢ ઈંચ, 19 તાલુકામાં સવા ઈંચ તથા 20 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગઈ કાલે મોડી રાત સુધી મૂશળધાર વરસાદ વરસ્યો હતો. આજે સવારથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી છે. સવારના 8 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી રાજકોટના લોધીકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.
આ જિલ્લામાં થયો ધોધમાર વરસાદ
હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 11 ઇંચ. જુનાગઢ તાલુકા અને શહેરમાં 10 ઇંચ, ભાવનગરના ઉમરાલામાં 8 ઇંચ જેટલો વરસાદ, ખેરગામમાં 7.36 ઇંચ, ભાવનગના વલભીપુરમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.આ સાથે અમદાવાદ, બોટાદ, વાગ્રા, વિસાવદર, ગણદેવી, વલભીપુર, ખંભાળિયા, મેંદરડામાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, દેહગામ, ચીખલી, વંથલી, સાણંદ, ધરમપુર, મહુવા, કેશોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે 13 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
⚠️ Orange Alert ⚠️#Gujarat Region expects Heavy to Very Heavy Rainfall on 23rd and 24th July.
Stay Safe!#monsoon2023 #WeatherUpdate #weatherforecast #monsoon #RainfallAlert@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/ssF5TnPna7
— India Meteorological Department (@Indiametdept) July 22, 2023
જૂનાગઢ, રાજકોટ,અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ
⚠️ Orange Alert ⚠️#Gujarat Region expects Heavy to Very Heavy Rainfall on 23rd and 24th July.
Stay Safe!#monsoon2023 #WeatherUpdate #weatherforecast #monsoon #RainfallAlert@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/ssF5TnPna7
આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગાહી પ્રમાણે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર. જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દિવ, કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ,અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, સુરત, તાપીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢમાં જળપ્રલય
જૂનાગઢમાં જળપ્રલયની સ્થિતિ છે, શહેરમાં 12 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મૂશળધાર વરસાદના કારણે જૂનાગઢમાં રસ્તા પર દરિયો વહી રહ્યો હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. મૂશળધાર વરસાદના કારણે તમામ માર્ગો, બજારોમાં પાણી ભરાઇ જતાં દુકાનો જળમગ્ન બની હતી. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તા પર રમકડાની જેમ ગાડીઓ તરતા જ જોવા મળી હતી. મૂશળધાર વરસાદથી જૂનાગઢમાં ચારેય બાજુ પુરના પાણીથી હોનારત જેવા દ્રશ્યો સર્જાયા હતા. શહેરને જોડતા તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે વેર હાઉસ, દુકાનો જળમગ્ન થઇ જતાં કરોડો રૂપિયાની નુકસાનીની આશંકા સેવાઇ રહી છે. જૂનાગઢના ગિરનાર-દાતાર વિસ્તારમાં 16 ઈંચ વરસાદ ખાબકતા પશુઓ, વાહનો, લારીઓ પૂરના ધસમસતા પાણીમાં તણાઈ હતી. સક્કરબાગ નજીકની સોસાયટીમાં તો એક એક માળ ડુબી જાય તેટલુ પાણી ભરાતા ઘરવખરીને પણ પારાવાર નુકસાન થયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા બેઠક
જૂનાગઢમાં વરસાદી કહેરથી ચારેકોર તબાહી મચાવી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની સ્થિતિને લઈ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી દ્વારા સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા વરસાદ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. તેમજ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કલેક્ટર પણ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં ભાવનગર, સોમનાથ તેમજ જૂનાગઢ કલેક્ટર પણ જોડાયા હતા.તેમજ આ બેઠકમાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતી પણ બેઠકમાં જોડાયા હતા. તેમજ મુખ્ય સચિવ રાજકુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ મહેસુલ વિભાગનાં મુખ્ય સચિવ એમ કે દાસ અને રાહત કમિશ્નર આલોક કુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.