રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ, અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી


  • Published By : Admin
  • Published Date : 2023-09-20 10:56:16

રાજ્યમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, છેલ્લા 4-5 દિવસથી મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે- ત્રણ દિવસ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 180 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4.6 ઇંચ કચ્છના રાપરમાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે પણ ફરી એકવખત વરસાદ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.


કયા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો? 


રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા રિપોર્ટ મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 172 mm, બનાસકાંઠાના ભાભરમાં 171 mm અને મહેસાણામાં 164 mm એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 148 mm,વિસાવદર તાલુકામાં 302 mm,રાધનપુર તાલુકામાં 194 mm, દિયોદરમાં 111 mm, ડીસામાં 110 mm, અમરેલીના બગસરામાં, જૂનાગઢમાં અને જુનાગઢ શહેરમાં 105 mm, મહેસાણાના વિસનગરમાં 104 mm અને કચ્છના રાપરમાં 102 mm,વિજાપુર તાલુકામાં 96 mm, બનાસકાંઠાના થરાદમાં 94 mm, વડગામમાં 93 mm, સાબરકાંઠાના ઇડરમાં 91 mm, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મહેસાણાના સતલાસણામાં 90 mm, ગીર સોમનાથના કોડીનારમાં 86 mm, જૂનાગઢના માલીયા હાતીણામાં 84 mm,પાટણના ચાણસ્મામાં 84 mm, બનાસકાંઠાના દાંતીવાડામાં 83 mm, મહેસાણાના ખેરાલુમાં અને બનાસકાંઠાના દાંતામાં 81 mm, મોરબીના હળવદમાં અને પાટણના સામીમાં 80 mm, સુરતના પલસાણામાં 78 mm, આણંદના સોજીત્રામાં 77 mm, પાટણના હારીજમાં 76 mm, ગીર સોમનાથના તલાલામાં અને મહેસાણાના વડનગરમાં 75 mm વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 30 તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયા હોવાના રિપોર્ટ છે.


અત્યાર સુધીમાં કેટલો વરસાદ નોંધાયો?


ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના રિપોર્ટ છે.


અંબાલાલ પટેલે શું કરી આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.