ગુજરાત પર મેઘરાજા મહેરબાન! વરસાદને કારણે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો, વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-06 10:16:03

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. એક બે દિવસનો વિરામ વરસાદે લીધો હતો પરંતુ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળવા માટે તૈયાર છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈ અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે ઉપરાંત 9 જુલાઈ સુધી અનેક જગ્યાઓ પર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદની એન્ટ્રી થઈ છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 7 અને 8 જુલાઈ દરમિયાન અતિથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ 

બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસ્યો હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જો આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મેઘમહેર જોવા મળી શકે છે.  


ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું 

ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આવતી કાલનો દિવસ એલર્ટોથી ભરેલો રહેશે. અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો 8 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.તો મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા, ભરૂચ, સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


મેઘમહેર ઘણી વખત ફેરવાય છે મેઘકહેરમાં 

અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે વાતાવરણમાં બફારો અને ઉકળાટ વધારે હતો. વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ છે. અનેક જગ્યાઓ પર ધોધ વરસી રહ્યા છે. પરંતુ મુશ્કેલીએ પણ થતી હોય છે કે મેઘમહેર અનેક વખત મેઘકહેરમાં ફેરવાઈ જતી હોય છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થતાં હોય છે. ઘર ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય જેમાં પણ મૃત્યુના આંકડાઓ સામે આવતા હોય છે. કોઈ વખત પશુધનને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.