ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી નથી થઈ પરંતુ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉનાળો ખતમ થવાને આરે છે અને ક્યાંક વરસાદની પધરામણી થઈ ગઈ છે.. શનિવારે તેમજ રવિવારે અનેક ભાગોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે.. વરસાદ થવાને કારણે ગરમીથી તેમજ બફારાથી આંશિક રાહત મળી છે પરંતુ તાપમાનનો પારો હજી વધી પણ શકે છે... હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને થઈ રહ્યું છે કે વરસાદ નજીક છે.. અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે અને અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. ગઈકાલે રાત્રે અમદાવાદમાં પણ વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.
અનેક જગ્યાઓ પર જામ્યો વરસાદી માહોલ
કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે જેને કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે... વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે જેને કારણે લોકોને આશા જાગી છે કે ચોમાસું ગમે ત્યારે ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતમાં હાલ પ્રિ-મોનસુન એક્ટિવી શરૂ થઈ ગઈ છે જેને કારણે અનેક જગ્યાઓનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર વરસાદનું આગમન થઈ ગયું છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે..
આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ..
તે સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તે ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે. મહત્વનું છે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. એક તરફ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ અનેક વિસ્તારોનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.1 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.0 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 37.9 જ્યારે વલસાડનું તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 40.9 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી જ્યારે મહુવાનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...