આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ., દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
થોડા સમય પહેલા આવેલા વરસાદે સર્જ્યો વિનાશ
ઉનાળામાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકો એમ પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે. ગરમીથી લોકો કંટાળી ગયા હતા અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસું જામ્યું.. અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસ્યો.. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં તંત્રની પ્રિ મોનસુનની કામગીરીની પોલ પણ ખુલ્લી ગઈ.. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. થોડા દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતું.. વાવાઝોડાનું સંકટ તો જતું રહ્યું વરસાદની સિઝન હજી સુધી સમાપ્ત નથી થઈ... અનેક વિસ્તારોમાં આવેલા વરસાદ તબાહી લઈને આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા અને અનેક લોકોના ઘરનો સામાન વિનાશ પામ્યો.
આ મહિનામાં પણ સારા વરસાદના એંધાણ
સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી અને આજે ફરી એક વખત વરસાદી રાઉન્ડ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે.. આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ ના પડ્યો હતો એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળા જેટલી ગરમી તો ન હતી પરંતુ તો પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો.. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવી વાત ત્યાંના લોકો કરી રહ્યા હતા. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..