ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2ની ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે માઠાં સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે તેની પૂર્વ નિર્ધારીત ઉપરોક્ત બંને પરીક્ષાઓ મોકુફ રાખી છે. તે જ પ્રકારે ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે.
શા માટે પરીક્ષા મોકૂફ રખાઈ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 09 એપ્રિલ 2023ના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજીત તા. 02,09,16 એપ્રિલ 2023ના રોજ યોજાનાર (જા. ક્ર. 20/ 2022-23) ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય સેવા અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આયોગ નવી તારીખ જાહેર કરશે
ગુજરાત જાહેર સેવા આયોગની પૂર્વનિર્ધારીત પરીક્ષાઓ મોકૂફ થતાં હવે આયોગ હવે નવી તારીખ તેની વેબસાઈટ પર જાહેર કરશે. એક વખત તારીખ નક્કી થયા બાદ તે નવી તારીખ વેબસાઈટ પર મુકવામાં આવશે. આ અંગે આયોગે તમામ ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની વિનંતી કરી છે.