ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી.. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ અલગ અલગ બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ થયો. ભારતીય જનતા પાર્ટીએ પણ કદાચ સપનામાં નહીં વિચાર્યું હોય કે પાર્ટીના હાઈકમાન્ડનો કાર્યકર્તાઓ વિરોધ કરશે... વિરોધ એટલો વધી ગયો કે રસ્તા પર કાર્યકર્તાઓ ઉતરી ગયા. બે બેઠકો પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે ત્યારે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે ત્રીજી બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર બદલવા પડી શકે છે... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે....
વડોદરામાં રંજનબેન ભટ્ટની બદલીમાં આમને બનાવાયા ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે... હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય માનવામાં આવે છે.. પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ છે.. ભારતીય જનતા પાર્ટીએ જેની કલ્પના પણ નહીં કરી હોય તેવી પરિસ્થિતિ હાલ ભાજપમાં જોવા મળી રહી છે....અલગ અલગ બેઠકો પર ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. બે બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારને બદલવામાં આવ્યા... એક બેઠક છે વડોદરા બેઠક અને બીજી બેઠક છે સાબરકાંઠા લોકસભા બેઠક... વડોદરા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને પહેલા ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમની જગ્યાએ ડો, હેમાંગ જોશીએ ઉમેદવાર જાહેર કર્યા.
સાબરકાંઠામાં ભાજપે બદલ્યા ઉમેદવાર પરંતુ થઈ રહ્યો છે વિરોધ
તે સિવાય સાબરકાંઠા બેઠક પર પણ ઉમેદવારને બદલવામાં આવ્યા... પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા પરંતુ તે બાદ ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી.. તે બાદ ત્યાં નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરાયા પરંતુ તેમનો વિરોધ ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. વિરોધના અનેક દ્રશ્યો સાબરકાંઠાથી સામે આવ્યા હતા જેમાં તે શોભનાબેન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
વિવાદને શાંત કરવા માટે મળી હતી બેઠક, પરંતુ તે રહી નિષ્ફળ
જાહેર કરવામાં આવેલા ઉમેદવારને બદલવા પડશે તેની કલ્પના કદાચ ભાજપે પણ નહીં કરી હોય... ઈતિહાસમાં કદાચ પહેલી વાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. એવું લાગતું હતું કે આજે મળેલી બેઠકમાં આ વિવાદ શાંત થઈ જશે.. ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન વચ્ચે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ ગઈ છે. સમાધાનનો અંતિમ પ્રયાસ નિષ્ફળ થયો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. બેઠક નિષ્ફળ ગઈ તે બાદ એવી સંભાવનાઓ વધી ગઈ કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો ત્રીજી બેઠક એવી હશે જ્યાં ભાજપ ઉમેદવારને બદલી શકે છે...