ગુજરાતની રાજનીતિનો ઈતિહાસ
અધ્યાય - 1
BY - DEVANSHI JOSHI
1947માં ધર્મના આધારે દેશનું બે ટુકડાઓમાં વિભાજન થયું, ભારત નામે મહાન દેશ
સત્તાવાર અસ્તિત્વમાં આવ્યો પછી અનેક રાજ્યો બન્યા, મોટાભાગના રાજ્યોના ભાગલા
ભાષાના આધારે થયા, પણ એક સવાલ આજે પણ મનમાં થાય કે બોમ્બે જેવા વિશાળ રાજ્યના
માત્ર ભાષાના આધારે બે ટુકડા કેવી રીતે થઈ ગયા!
જ્યારે બોમ્બેના 17 ઉત્તરી જિલ્લાઓ અલગ જ રાજ્ય બની ગયા
દેશ આઝાદ થયો, સરદાર પટેલે રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કર્યુ, દખ્ખણનો કેટલોક હિસ્સો, ગુજરાત, વડોદરાનું ગાયકવાડી રાજ, પશ્ચિમી ભારતનો કેટલોક હિસ્સો ભેગો થયો અને બોમ્બે રાજ્ય બન્યું, વર્ષ 1956માં સૌરાષ્ટ્ર અને કચ્છ પણ બોમ્બે રાજ્યનો ભાગ બની ગયા,દેશમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ થઈ, લોકોએ પોતાની સરકાર ચૂંટી અને ત્યારે દેશના સૌથી વિશાળતમ રાજ્યમાં સતત કૉંગ્રેસ જીતતી આવી, પણ 1960ના વર્ષમાં ભાષાના આધારે આંદોલનો થયો અને એક વિશાળ રાજ્યનું વિભાજન થઈને બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા – મહારાષ્ટ્ર અને ગુજરાત
કોણ ઈચ્છતું હતુ કે બોમ્બે રાજ્યના
ભાગલા પડી જાય?
વર્ષ 1947માં દેશ આઝાદ થયો ત્યારે સ્વતંત્રતા સંગ્રામમાં લડેલા અનેક નેતાઓ આ
દેશના લીડર થવા માટે દાવેદાર હતા, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા,
સ્વાભાવિક રીતે જ એના પછી વારો સરદાર પટેલનો હતો, પણ એવુ શક્ય બને અને વલ્લભભાઈની
કુનેહનો લાભ આખા દેશને મળે એ પહેલા જ 15 ડીસેમ્બર, 1950એ સરદાર પટેલનું મૃત્યુ થયું, નહેરુ પછી સૌથી મોટા દાવેદાર
ત્યારે મોરારજીભાઈ દેસાઈ બની શકે એમ હતા, કારણ કે જવાહરલાલ ઉત્તરપ્રદેશથી હતા અને
મોરારજી દેસાઈ બોમ્બે રાજ્યથી, બોમ્બે રાજ્ય દરેક રીતે સક્ષમ હતુ અને આટલા વિશાળ
રાજ્યની રાજનીતિ પર જો મોરારજી દેસાઈનો અંકુશ રહે તો એ ખુબ મોટા હરીફ બનીને જવાહર
નહેરુની સત્તાને પડકારવાની ક્ષમતા ધરાવતા હતા, એટલે જ ભાષાના આધારે શરૂ થયેલી વાત વિભાજન સુધી પહોંચી અને બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, જો બોમ્બે સ્ટેટનું
અસ્તિત્વ હોત તો રાજકીય ગણિત સાવ અલગ હોત, વર્ષ 1952માં બોમ્બે વિધાનસભાની
ચૂંટણીમાં કૉંગ્રેસની જીત પછી મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા,
છેલ્લે વર્ષ 1957માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 396 જેટલી વિધાનસભાની બેઠકો
હતી અને કૉંગ્રેસે 234 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, યશવંતરાવ બળવંતરાવ ચૌહાણ ફરી
એકવાર મુખ્યમંત્રી બન્યા હતા, અને મોરારજી દેસાઈ રાષ્ટ્રીય ફલક પર કદ્દાવર નેતા
બનતા જતા હતા, પણ પછી એવી ઘટનાઓએ આકાર લીધો જે કહી રહી હતી કે વલસાડના આ અનાવિલ
બ્રાહ્મણ મોરારજી દેસાઈની રાજનીતિમાં એમને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવામાં ઘણી
વાર છે... TO BE CONTINUED