2022માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. જ્યારે ધારાસભ્યનું પદ ખાલી થાય છે ત્યારે તે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાતી હોય છે. બનાસકાંઠાના વાવમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાના છે.. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેને કારણે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. આવનાર 6 મહિનાની અંદર અંદર વાવમાં પેટા ચૂંટણી યોજાશે.. 13 જૂને વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપવાના છે.
વાવના મતદાતાઓએ ફરી કરવું પડશે મતદાન
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે વિધાનસભામાં.. 2024માં પેટા ચૂંટણી યોજાઈ તેનું કારણ હતું કે ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું જેને કારણે ત્યાંના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરવું પડ્યું.. ત્યારે વાવમાં આવનાર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી આવતી કાલે એટલે કે13 તારીખે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપવાના છે.
જીતેલા ઉમેદવારોએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ
ભારતીય જનતા પાર્ટીને 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો મળી. તે બાદ થોડા સમયની અંદર પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાયું અને પેટાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. ગઈકાલે પાંચેય ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે વાવમાં કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાના છે.
વાવના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર
13 તારીખે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને હવે વિધાનસભામાં નહીં પરંતુ સંસદ ભવનમાં જોવા મળશે. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેશે.. જો વાવની વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162 સંખ્યા બળ વિધાનસભામાં થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...