Gujarat Politics : જે ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમને જ પેટા ચૂંટણી માટે BJP બનાવશે ઉમેદવાર! શું મતદાતાઓ ફરીથી કરી શકશે વિશ્વાસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-08 15:08:18

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ મતદાતાઓ વિચારી રહ્યા હશે કે કોને મત આપવો તો બીજી તરફ 6 વિધાનસભા મતવિસ્તારના લોકોને એ પણ વિચારવું પડશે કે તે કોને ધારાસભ્ય તરીકે ચૂંટે. 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તેમને જ પેટા ચૂંટણી માટે ઉમેદવાર ભાજપ દ્વારા ઘોષિત કરવામાં આવશે. 


અનેક ધારાસભ્યોએ આપ્યું છે પોતાના પદ ઉપરથી રાજીનામું!

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વીજાપુરથી સી.જે.ચાવડાને ભાજપ પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ મળી શકે છે. વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટિકિટ આપી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. તે ઉપરાંત વિસાવદરથી ભૂપત ભાયાણીને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે ચૂંટણી મેદાને તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તે ઉપરાંત પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપ પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. એવી પણ માહિતી સામે આવી છે કે અરવિંદ લાડાણી ભાજપમાં ટૂંક સમયમાં જોડાશે તે બાદ તેમને માણાવદરથી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે.


જેમણે પક્ષપલટો કર્યો છે તેમના પર મતાદાતાઓ ફરીથી મૂકી શકશે વિશ્વાસ!

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને અનેક ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે પક્ષ પલટો ધારાસભ્યો કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે મતદાતાઓના પ્રેશરને કારણે,  પોતાના મત વિસ્તારના વિકાસના કામો થાય તે માટે જઈ રહ્યા છે પરંતુ પક્ષપલટો કરવા પાછળ કોનો વધારે સ્વાર્થ હોય છે તે આપણે જાણીએ છીએ. પક્ષપલટો કરતા પહેલા નેતાઓ પોતાના મતદાતાઓનો પણ વિચાર નથી કરતા. પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યો પક્ષપલટો કરી લે છે અને મતદાતા બિચારા લાચાર થઈ તમાશો જોતા હોય છે!  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?