Gujarat Politics :કવિતા ટ્રેન્ડનું ફરી સામે આવ્યું ઉદાહરણ! Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતામાં સરદાર સ્ટેડિયમનો કર્યો ઉલ્લેખ, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-08 11:30:45

એક તરફ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોરશોરથી આગળ વધી રહ્યો છે.... છેલ્લા ઘણા દિવસોથી પરેશ ધાનાણી દ્વારા કવિતા શેર કરવામાં આવી રહી છે. કવિતાના માધ્યમયથી તે નામ લીધા વગર કટાક્ષ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. વર્તમાન મુદ્દાઓને લઈ તેમણે અનેક વખત કવિતા શેર કરી છે, ત્યારે ફરી એક વખત પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે સરદાર સ્ટેડિયમ અંગે વાત કરી છે...

 

ગુજરાતમાં ચાલી રહ્યો છે કવિતા ટ્રેન્ડ! 

રાજનેતાઓમાં જાગેલો અંતરાત્મા ભલે કોઈ વખત જાગતો હોય છે, કોઈ વખત જાગીને થોડા સમયની અંદર સૂઈ પણ જતો હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી રાજનેતામાં રહેલો કવિ ઉભરીને બહાર આવી રહ્યો છે...! ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કવિતા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કવિતાના માધ્યમથી નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે, નામ લીધા વગર નિશાન સાધી રહ્યા છે વગેરે વગેરે.., આવી કવિતાઓ સામે આવવી જાણે આજકાલ નોર્મલ બની ગયું છે. પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી કવિતા મૂકી કટાક્ષ કરી રહ્યા છે... ત્યારે આજે ફરી એક કવિતા શેર કરી છે. 

પરેશ ધાનાણીએ ફરી શેર કરી કવિતા અને લખ્યું.... 

આની પહેલા પણ પરેશ ધાનાણીએ અનેક કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને તેની ઉપર લખ્યું છે હે શક્તિ, તમે શાંત રહેજો.... તેની પહેલા પણ કવિતા શેર કરી હતી જેમાં અહંકાર હંમેશા હારે છે તેવું લખ્યું હતું... તેની પહેલા કમલમમાં ચાલતા કકળાટ અંગેની કવિતા પોસ્ટ કરી હતી. મહત્વનું છે કે કવિતા ટ્રેન્ડમાં કદાચ આવનાર સમયમાં ભાજપના તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાય તો નવાઈ નથી.. કારણ કે અનેક મુદ્દાઓ પર ભાજપ તેમજ આપના નેતાઓ દ્વારા કવિતા શેર કરવામાં આવી છે... ત્યારે પરેશ ધાનાણીએ નવી શેર કરેલી કવિતા પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?