ગુજરાત પોલીસ કયા પ્રશ્નોથી પીડાઈ રહી છે? પોલીસ કર્મી પાસેથી જ અમે વ્યથા જાણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 11:40:07

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પોલીસની નોકરી પ્રત્યે  સમાજના તમામ વર્ગમાં પહેલેથી જ એક પ્રકારનું ગ્લેમર રહ્યું છે. તેમાં પણ હિન્દી ફિલ્મોએ પોલીસ ઓફિસર્સની 'સિંઘમ' ઈમેજ ઉભી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જો કે હકીકત કાંઈ અલગ જ છે. ગઈ કાલે કુલદીપસિંહ નામના એક પોલીસ કોન્સ્ટેબલે સહપરિવાર આત્મહત્યા કરતા પોલીસકર્મીઓની વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગુજરાત પોલીસના અધિકારીઓ અને પોલીસકર્મીઓ આત્મહત્યા શા માટે કરે છે?.


10થી 12 કલાકની નોકરી


પોલીસ વિભાગની સૌથી મોટી ફરિયાદ કામના કલાકોને લઈને છે. પોલીસકર્મીઓ માટે 8 કલાકની નોકરી માત્ર ચોપડા પર છે. સામાન્ય રીતે નીચલા વર્ગના કર્મચારીઓ 10થી 12 કલાકની નોકરી કરતા રહે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસકર્મીઓને વધુ સમય નોકરી કરવા માટે રીતસરની ફરજ પાડે છે. પોલીસકર્મીઓ પણ નોકરી બચાવવા અને ઉચ્ચ આઈપીએસ અધિકારીના ખોફથી બચવા માટે મજબુરીથી વધુ સમય સુધી કામ કરે છે.


રજાની માથાકુટ


પોલીસ વિભાગમાં સૌથી મોટી સમસ્યા રજા અંગેની પણ છે. કેટલાક પોલીસકર્મીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓને તહેવારો, ઘરના પ્રસંગો કે અન્ય સામાજીક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે પણ રજા નથી મળતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ રજા મંજુર કરતા નથી તેથી એક સામાન્ય પોલીસકર્મી તેના પારિવારિક પ્રસંગમાં પણ હાજર રહી શક્તો નથી. આ મુશ્કેલીના કારણે તેના  ઘરમાં કંકાસ થાય તે સ્વાભાવિક છે. આ બધી સમસ્યાથી પોલીસકર્મી હતાશ બની જાય છે.


આર્થિક સંકડામણ 


રાજ્યનો કોઈ પણ યુવાન સમાજ અને રાજ્યની સેવાની ઉમદા ભાવના સાથે પોલીસ સાથે જોડાય છે. જો  કે તે જ્યારે પોલીસ ફોર્સમાં જોડાય છે ત્યારે જ તેને વાસ્તવિક્તાની અનુભૂતી થાય છે. પાંચ વર્ષના કરાર આધારીત પોલીસકર્મીને પગારમાં માત્ર 19 હજાર જેટલી રકમ મળે છે. આટલા ટુંકા પગારમાં તેને અમદાવાદ જેવા મોટા શહેરમાં પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે જે ખરેખર મુશ્કેલ છે. જો કે અન્ય રાજ્યોમાં પોલીસનો સ્ટાર્ટિંગ પગાર જ 32 હજાર જેટલો હોય છે. આ સ્થિતિ કોઈ પણ પોલીસકર્મીને હતાશ કરનારી છે. આર્થિક પરિસ્થિતી કથળેલી હોવાથી પોલીસકર્મીઓના પરિવારમાં અસંતોષ અને પારિવારિક ઝગડા જેવી સમસ્યાઓ મોટાપ્રમાણમાં જોવા મળે છે.


મહિલા પોલીસકર્મીઓનું શોષણ


રાજ્યમાં પુરુષ પોલીસકર્મીની તુલનામાં મહિલાકર્મીની હાલત સૌથી વધુ કફોડી છે. ક્યારેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાકર્મીઓનું શારિરીક શોષણએ બાબત અંગે ખુદ પુરૂષ પોલીસકર્મીઓ પણ સ્વિકારે છે. શિસ્તના નામે આ બધી બાબત ઢંકાઈ જતી હોય છે પણ પોલીસતંત્રમાં મહિલા પોલીસકર્મીનું શોષણ એ એક નગ્ન સત્ય છે. કેટલીક મહિલા પોલીસકર્મીઓ પણ નોકરીની કે અન્ય પ્રકારની મજબુરીના કારણે શરણાગતિ સ્વિકારી લેતી હોય છે. મહિલા પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી થતી હોવાથી વાત પણ પોલીસકર્મીઓ સ્વિકારે છે.


પોલીસ પર રાજકીય દબાણ


સરકારના કોઈ પણ વિભાગની જેમ પોલીસ તંત્ર પણ રાજકીય નેતાઓની દરમિયાનગીરીની સમસ્યાનો ભોગ સોથી વધુ બને છે. એક પોલીસ સુત્રએ તો ત્યાં સુધી સ્વિકાર્યું કે ટ્રાફિક પોલીસ કોઈ વ્યક્તિને ટ્રાફિક નિયમોના ભંગના ગુનામાં પકડે તો તે વ્યક્તિ કોઈ મોટા નેતાને ફોન કરી આબાદ છુટી જાય છે. હવે આવી સામાન્ય બાબતે પણ જો પાર્ટીના નેતા, ધારાસભ્ય કે પ્રધાન દરમિયાનગીરી કરતા હોય તો મોટી ઘટનાઓમાં  પોલીસ પર કેટલું બધું રાજકીય પ્રેશર રહેતું હશે તે સમજી શકાય તેવી બાબત છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?