41 હજાર મહિલાઓ ગુમ થવા મામલે ગુજરાત પોલીસે કર્યો આ ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-08 21:15:19

ગુજરાતની 41 હજાર મહિલાઓ ગુમ થવાના એક ચોંકાવનારા રિપોર્ટની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 41,621 જેટલી મહિલાઓ ગુમ થઈ છે. આ મામલે વિરોધ પક્ષોએ રાજ્યની ભાજપ સરકારને નિશાન બનાવી આકરાં પ્રહારો કર્યા હતા. કેમકે રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકારનું શાસન છે. જો કે હવે આ મામલે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને મહત્વનો ખુલાસો કર્યો છે.


ગુજરાત પોલીસે શું કહ્યું?


ગુજરાત પોલીસ દ્વારા ખુલાસો કરતાં ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઇ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી છે  અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.


NCRBનો રિપોર્ટ શું હતો?


નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.ગુમ થયેલી મહિલાઓનો મુદ્દો વિધાનસભામાં ઉઠી ચુક્યો છે. 2021 માં, સરકારે વિધાનસભામાં એક નિવેદનમાં કહ્યું હતું કે 2019-20માં અમદાવાદ અને વડોદરામાં 4,722 મહિલાઓ ગુમ થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NCRBનો આ રિપોર્ટ આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...