Gujarat Policeએ વિચાર કરવો પડશે કે પોલીસ વિભાગને બદનામ કોણ કરે છે? પોલીસ વિભાગના કર્મીઓ કે Mehul Boghra?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-28 16:45:42

સુરત રાજનીતિનું કેન્દ્ર છે. સુરતની જનતા ખોટાને ખોટું કહેનારી પ્રજા છે, ખરાબ સામે અવાજ ઉપાડનાર પ્રજા છે! પોતાના મુદ્દાઓને લઈ સુરતના લોકો ખુલીને પોતાનો મત મૂકતા હોય છે. પ્રજાએ મેહુલ બોઘરા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું. મેહુલ બોઘરાની વાત જ્યારે આવે છે ત્યારે પોલીસ દ્વારા એવી વાતો કરવામાં આવે છે કે મેહુલ બોઘરા પોલીસને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. અનેક પોલીસકર્મીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં તેમનું કહેવું છે કે માત્ર ગુજરાતની પોલીસ જ કાળા કાચ રાખે છે? માત્ર ગુજરાતની પોલીસ જ તોડ કરે છે? માત્ર પોલીસ જ કાયદાનો ભંગ કરે છે? પોલીસ દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. 

પોલીસ માને છે કે મેહુલ બોઘરાને કારણે પોલીસની છબી ખરાબ થાય છે!

પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોના દિમાગમાં પોલીસની છબી ખરાબ થાય તે માટે પોલીસના વીડિયો મેહુલ બોઘરા બનાવે છે. લોકોને પોલીસ વિરૂદ્ધ ઉત્સાવાનું કામ કરે છે અને આવું જ્યારે થાય છે ત્યારે રાજ્યમાં એવી પરિસ્થિતિનું સન્માન ન રહે સામાન્ય માણસની નજરોમાં. એક હદ સુધી આ વાત કદાચ સાચી પણ હોઈ શકે છે, આવા વીડિયો અવારનવાર સામે આવવાથી પોલીસ વિભાગની આબરૂ ઓછી પણ થતી હશે, લોકોની નજરોમાં પોલીસની રિસ્પેક્ટ ઓછી પણ થતી હશે પરંતુ પોલીસને બદનામ કરવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે કે પૈસા લેનારા પોલીસકર્મીઓ? 



સામાન્ય માણસના દિમાગમાં પોલીસ પ્રત્યે આટલી નફરત કેમ હોય છે? 

પોલીસ બદનામ શેનાથી થાય મેહુલ બોઘરાના પકડવાથી કે વાલજી હળીયાના એવા વર્તનથી કે પછી તોડથી? સામાન્ય  લોકોના ગુસ્સાને અવાજ આપવાનું કામ મેહુલ બોઘરા કરી રહ્યા છે પરંતુ તે ગુસ્સો લાવવાનું કામ કોણે કર્યું? પોલીસની વાત જ્યારે પણ કરવામાં આવે છે, સામાન્ય માણસના મગજમાં એક જ છબીનું નિર્માણ થાય છે કે પોલીસ તો દાદાગીરી કરે, પૈસા લઈને હળવી કલમો લગાવે જો પૈસા ના આપીએ તો જેલમાં એટલું બધું મારે કે માણસ અધમરો થઈ જાય... જો પોલીસ આપણને રોકે છે તો પૈસા માગશે તેવી વાતો આપણા દિમાગમાં ઓટોમેટિક આવી જતી હોય છે. 



પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ જવાબદાર કોણ?

સામાન્ય માણસમાં પોલીસને લઈ જે છબી બની છે તેની પાછળ પોલીસ પોતે જવાબદાર નથી? મેહુલ બોઘરા સાચા છે કે ખોટા તે અંગેની વાત નથી કરી રહ્યા પરંતુ મેહુલ બોઘરા વીડિયો ત્યારે જ બનાવે છે જ્યારે પોલીસ વાળા ખોટું કામ કરે છે. પોલીસ વાળા તોડ કરે છે ત્યારે જ મેહુલ બોઘરા વીડિયો બનાવે છે ને? સામાન્ય માણસના મનમાં જે પોલીસ માટે છબી બની છે તેની પાછળ જવાબદાર પોલીસ દ્વારા કરવામાં આવતું વર્તન જ છે ને.. 


એવા અધિકારીઓ પાસેથી જવાબની અપેક્ષા છે જે પ્રામાણિક રીતે પોતાનું કર્તવ્ય નિભાવે છે..!

પોલીસની છબી સામાન્ય માણસોની નજરમાં કેમ આવી ખરાબ થઈ રહી છે પ્રતિદિન તેનો જવાબ એવા પોલીસકર્મીઓએ તો આપવો જોઈએ જે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહ્યા છે. પગાર ભલે ઓછા મળે પરંતુ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એ વાતનો જવાબ તો એમને આપવો જોઈએ કે તેમણે પોતાનો અવાજ પોતાની બાજુમાં રેહતા ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કેમ ના ઉઠાવ્યો? જો પોલીસ પોતાના વિભાગનો પ્રશ્ન સોલ્વ નહીં કરે તો બહાર તે અંગેની ચર્ચા કરશે. અનેક એવા પોલીસકર્મચારીઓ છે જે પ્રમાણીક પણે પોતાનું કામ કરી રહ્યા છે. 


પોલીસને પણ એ પોલીસથી ડર હોય છે જે નિષ્ઠાથી કામ કરે છે... 

એક તરફ પોલીસની નકારાત્મક વાતો તો અનેક છે, પોલીસ વિભાગ પ્રતિદિન બદનામ થઈ રહ્યો છે પરંતુ તે જ પોલીસ વિભાગમાં અનેક એવા કર્મચારીઓ એવા છે જે પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. અનેક વખત ઝાડ પર લટકાવી ભાગી ગયેલા પોલીસકર્મીના વર્દી અંગે વાત કરવામાં આવે છે પરંતુ એ વાત પણ ના ભૂલવી જોઈએ, એ વાતને પણ નજરઅંદાજ ના કરવી જોઈએ કે તે પોલીસ કર્મીને પોલીસનો જ ડર હતો..  તોડ કરતા પોલીસ કર્મચારીઓને પકડવાનું કામ એસીબી કરી રહી છે, એસીબીની કામગીરીની પણ અવગણના ના થવી જોઈએ. એસીબી પ્રમાણિક પણે કામગીરી કરે છે ત્યારે જ તો આવા તોડ કરતા પોલીસ અંગેની જાણકારી મળે છે. 


પોલીસે એવા દાખલા બેસાડવા પડશે જેનાથી લોકોના મનમાં વિશ્વાસ બેસે.. 

પોલીસ વિભાગે હવે વિચારવું પડશે કે સામાન્ય માણસના દિમાગમાં બનેલી આ છબી કેવી રીતે બદલી શકાય છે? પોલીસને એવા ઉદાહરણો બેસાડવા પડશે જેને જોઈ લોકોને વિશ્વાસ બેસે કે જો અમે કોઈની ફરિયાદ કરીશું, પોલીસની જ પોલીસ વિરૂદ્ધ ફરિાયાદ કરીશું તો ઈમાનદારી પૂર્વક થશે. જનતાને જ્યાં સુધી નહીં લાગે કે પોલીસ તેમની સુરક્ષા માટે છે ત્યાં સુધી પોલીસ માટે મનમાં રહેલી છબી સુધરવાની નથી.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?