ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, સપ્તાહમાં ઓવરસ્પીડના નોંધાયા 20,737 કેસ, 2,723 નબીરા ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-08-02 15:27:36

ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદના ઈસ્કોન ઓવર બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે વાહન ચાલકોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોલીસે ચલાવેલી ટ્રાફિક ડ્રાઈવમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા છે.


2,723 નબીરા નશાની ઝડપાયા


પોલીસ વિભાગની આ મેગા ટ્રાફિક ડ્રાઈવના કારણે તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ઓવરસ્પીડના કેસમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પોલીસે ખાસ કરીને રાતના સમયે બેફામ ડ્રાઈવિગ કરતા નબીરાઓને પકડવા માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. પોલીસની આ મહેનતના ઘણા સારા પરિણામ મળી રહ્યા છે.


DGPએ આપ્યો હતો મેગા ડ્રાઈવનો આદેશ 


અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ DGPએ મેગા ડ્રાઈવનો આદેશ આપ્યો હતો. પોલીસ ગુજરાત  ટ્રાફિકના નિયમોને લઈ રાજ્યભરમાં મેગા ડ્રાઈવ શરૂ કરી હતી. ઓવરસ્પીડ, સ્ટંટ બાજ વિરુદ્ધ રાજ્યભરમાં  મેગા ડ્રાઈવ ચાલશે. રાજ્ય પોલીસ વડાએ તમામ કમિશનર અને એસપીને આદેશ આપ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે.  ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટ કરતા નબીરાઓ અને ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાના આદેશ  મુજબ  એક મહિના સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ  યોજશે. આ ડ્રાઈવમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, સિગ્નલ તોડવા અને રોંગ સાઈડ વાહન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?