સ્પા સેન્ટરો સામે ગુજરાત પોલીસનો સપાટો, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરમાં પોલીસે પાડી રેડ


  • Published By :
  • Published Date : 2023-10-19 19:13:46

ગુજરાતમાં સ્પાના નામે રાજ્યના તમામ મોટા શહેરોમાં ચાલી રહેલી દેહ વ્યાપારની પ્રવૃતિ સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજ્ય પોલીસે અલગ અલગ શહેરોમાં જાણીતા સ્પા સેન્ટરો પર રેડ પાડી હતી. પોલીસે વિવિધ સ્પા સેન્ટરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ પૈકીના 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.   


રાજકોટમાં 50 સ્પા પર દરોડા

 

રાજકોટ પોલીસે શહેરમાં ચાલતા વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા પડ્યાં હતા. 50થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતા. સ્પામાં નાગાલેન્ડ,અમદાવાદ,દિલ્હી,મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપીસ્ટ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જો કે સ્પા સંચાલકો દ્રારા રજીસ્ટ્રેશન નહીં કરાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. બિગ બજાર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પર્પલ સ્પા,યુનિવર્સીટી રોડ પર આવેલા એન્જોય સ્પા,મવડી રોડ આવેલા પ્લસ સ્પા, અક્ષરમાર્ગ પર આવેલા બુધા ઇન્ટરનેશનલ સ્પા, રૈયા રોડ પર આવેલા સદગુરુ કોમ્પલેક્ષમાં આવેલા ગ્લેમર સ્પા, નિર્મલા રોડ પર આવેલા પ્રિન્સ વેલનેસ સ્પા, ઇન્દિરા સર્કલ પાસે આવેલા આત્મીજ એન્ડ વેલનેસ સ્પા,એસ.એન. કે પાસે શકુંતલા સોસાયટી પાસે આવેલા મિન્ટ વેલનેસ સ્પા વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો. આ મોટાભાગના સ્પામા ગોરખધંધા ચાલતા હોવાની હકીકત સામે આવી હતી.


સુરતમાં 35ની ધરપકડ


રાજકોટની જેમ જ સુરત પોલીસે પણ શહેરના સ્પામાં પણ પોલીસના રેડ કરી હતી. સુરતમાં એક જ દિવસમાં 50 કેસ સાથે 35ની ધરપકડ કરવામાં આવી હતી. ગીર સોમનાથમાં કુલ 21 સ્થળો પર 10 ટીમનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. 


અમદાવાદના 25 જેટલા સ્પામાં પોલીસ ચેકિંગ


અમદાવાદના સ્પામાં પણ પોલીસની રેડ પડી હતી. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં 25 સ્પામાં ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતી. સ્પામાં ચાલતા વ્યાભિચારને રોકવા સૂચના અપાઇ છે. ઉપરાંત રેડ દરમિયાન માહિતી સામે આવી હતી કે, અનેક ઠેકાણે  નોંધણી વગરના સ્પા ચાલતા હોવાની હકીકત પણ સામે આવી છે. કેટલાક ઠેકાણે સ્પામાં દેહ વ્યાપર ચાલતો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી.


ગીર સોમનાથ, મોરબી અને અંકલેશ્વરમાં પણ સ્પા સામે કાર્યવાહી


મોરબીમાં પણ સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોરબીમાં ભક્તિનગર સર્કલ નજીક અફીમ સ્પામાં પોલીસના દરોડા પાડ્યા છે અહીં મોરબીમાં અફીમ સ્પામાંથી કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેશ મેવા નામનો શખ્સ ગોરખધંધા ચલાવતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પોલીસના સામૂહિક દરોડા પડ્યાં છે. મોરબીમાં વાઘાવાડી રોડ પર સ્પામાં પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભરુચના અંકલેશ્વરમાં સ્પામાં પણ ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ  દરોડા શરૂ થયા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.