બ્રેકિંગ! ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક રૂ. 800 કરોડથી પણ વધુ કિંમતનું 80 કિલો ડ્રગ્સ ઝડપાયું


  • Published By :
  • Published Date : 2023-09-28 22:03:45

ગુજરાતનાં દરિયા કિનારાઓ ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સ તસ્કરી માટે સ્વર્ગ સમાન બન્યો છે. ડ્રગ્સ તસ્કરો રેઢા બનેલા દરિયા કિનારોનો ઉપયોગ રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ખુસાડવા માટે કરે છે. તેમાં પણ કચ્છના મુદ્રા, કંડલા અને ગાંધીધામના માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવવાના બનાવો બની રહ્યા છે. આજે પણ ગાંધીધામમાં ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આ મામલે અનેક શખ્સોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે મુન્દ્રા, ગાંધીધામ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ આ મામલે જવાબદાર લોકોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 


સચોટ બાતમી બાદ પોલીસની કાર્યવાહી


પૂર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે પ્રાથમિક તપાસમાં 80 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું,  ડ્રગ્સના આ જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રિય માર્કેટમાં 800 કરોડ જેટલી થાય છે.  કચ્છ પૂર્વ LCB શાખાને ડ્રગ્સ ઉતારવાની બાતમી મળતા પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. પૂર્વ કચ્છના એસપી સાગર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું.  જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્ર્ગ્સ માફિયાઓ કચ્છના બંદરોનો ઉપયોગ તસ્કરી માટે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે જે બાબત ચિંતાજનક છે.


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘનીએ કચ્છ પોલીસને આપ્યા અભિનંદન


કચ્છ પોલીસની આ મોટી સફળતાને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી છે, હર્ષ સંઘવીએ ટ્વિટ કરતા જણાવ્યું કે, કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ. 800 કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ LCB શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને 80 કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ. 800 કરોડ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?