ગુજરાત પોલીસના 538 ASIને મળ્યું PSI તરીકે પ્રમોશન, આ બે આ બે DySPની પણ થઈ બઢતી


  • Published By :
  • Published Date : 2023-11-08 19:09:53

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર કર્મચારીઓના દિલ જીતવા એક પછી એક મોટી જાહેરાતો કરી રહી છે. ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યના 538 જેટલા ASIને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યું છે. ગૃહ નિભાગે એક પરિપત્ર જાહેર કરી 538 જેટલા ASIને PSI તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે લાંબા સમયથી PSI બનવા માટે થનગની રહેલા  538 જેટલા ASIને આજે રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી છે.


શરતોને આધીન હંગામી બઢતી


ગુજરાત સરકારે બિન હથિયાર ASIમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વર્ગ -3ની ખાલી જગ્યાઓ ખાતાકિય બઢતી (મોડ-3) થી ભરવાની બાબતને સરકારે લીલીઝંડી આપી છે. સરકારે આજે જાહેરાત કરી છે કે બી / પો.સ.ઈ.-18 મોડ-3 / બત / મંજુરી - 2969 8 2023 થી આપે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-3), વર્ગ–3 સંવર્ગની જગ્યાઓ ખાતાકીય બઢતીથી ભરવા વિભાગના તારીખ 24-08-2023ના સરખા ક્રમાંકના પત્રથી આપેલ મંજુરી અન્વયે ફેર વિચારણા કરવા અત્રે દરખાસ્ત કરેલ જે બાબતે સરકાર કક્ષાએ વિચારણા હાથધરી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મોડ-3), વર્ગ-3ની 528 જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે બઢતીથી ભરવાની નીચેની શરતોને આધિન મંજુરી આપવામાં આવે છે.


આ બે DySPને મળ્યું પ્રમોશન


રાજ્ય સરકારે ASIને PSI તરીકે પ્રમોશન આપ્યું તે જ પ્રકારે બે  DySPની પણ બઢતી કરી છે. રાજ્યના ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે DySPને એસપી તરીકેની બઢતી આપવાની આ બાબત ગુજરાત પોલીસમાં અનોખી મનાય છે. ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે.  DySP કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાની નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?