ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન લડી લેવાના મૂડમાં, પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવાની કરી જાહેરાત, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-09-13 22:34:37

છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને અંતે સરકાર સામે લડી લેવાનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને પડતર માંગણીઓનો નિવેડો ન આવે ત્યાં સુધી 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા 'નો પરચેઝ'ની જાહેરાત કરી છે. આગામી 15-09-2023 ને શુક્રવારના દિવસે ગુજરાતના કોઈ પણ પેટ્રોલિયમ ડિલર દ્વારા પેટ્રોલ કે ડિઝલની ખરીદી કરવામાં નહી આવે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને (Federation of Gujarat Petroleum Dealers Association) પોતાના આ નિર્ણયની જાણકારી ઓઈલ કંપની તથા ગાંધીનગર પુરવઠા વિભાગને કરેલી છે અને તે મુજબ ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે વેચાણ ચાલુ રહેશે.


FGPDAએ શા આ નિર્ણય કર્યો?


ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. તે ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વળી બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ પડતું દબાણ કરાતું હોવાનો પણ એસોસિએશનનો આરોપ છે. ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ હવે પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ જેવી કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે બાયો ચઢાવી છે. તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો આગામી 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહીં મળે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?