Gujarat : આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, અપક્ષના આ ધારાસભ્યના નામ પર ચાલી રહી છે અટકળો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 10:47:32

કહેવાય છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રાતોરાત સમીકરણ બદલાઈ જાય છે અને કોઈને ખબર પણ પડતી નથી. રાત્રે સૂઈ ગયા હોઈએ અને સવારે ખબર પડે કે આપણા વિસ્તારના ધારાસભ્યએ તો પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે આજે પણ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું 11 વાગે આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. આજે વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે રાજીનામું આપી શકે છે. 


ત્રણ નામને લઈ ચાલી રહી હતી અટકળો

ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ધારાસભ્યો પક્ષ પલટો કરતા હોય છે વગેરે વગેરે.. થોડા સમય પહેલા ત્રણ ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગઈકાલે ત્રણ નામોને લઈ અટકળો ચાલી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા, ગુલાબસિંહ ચૌહાણ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આજે રાજીનામું આપી શકે છે. 11 વાગ્યાની આસપાસ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપશે. 


ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું

મહત્વનું છે કે આની પહેલા આપના ભૂપત ભાયાણી તેમજ કોંગ્રેસના બે ધારાસભ્યોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું કે ધારાસભ્યો ભલે ના પાડતા હોય કે તે રાજીનામું નથી આપી રહ્યા પરંતુ તે આપી દેતા હોય છે. આની પહેલાના કેસમાં પણ આવું જ થયું હતું. ત્યારે જોવું રહ્યું કે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે?       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?